ગાઈડલાઈન:નવા નિયમો સાથે થશે નવરાત્રિ-દિવાળીની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં મૂર્તિને અડી શકાશે નહીં, ગરબામાં રેકોર્ડેડ ગીત વગાડવા પડશે.
• નવરાત્રી દરમ્યાન ભીડ-ભાડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે.
•કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તહેવારોની સિઝનમાં સાવધાની રાખવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન અંતર્ગત ગરબામાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે તથા ધાર્મિક કાર્યક્રમોમાં સ્પર્શી શકાશે નહીં. નવી ગાઈડલાઈન હેઠળ કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમો નહીં આયોજિત કરી શકાય. સાથે જ પૂજા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે.
•ગાઈડલાઈન્સ અનુસાર, ધાર્મિક કાર્યક્રમો માટે પૂરી પ્લાનિંગ કરવી પડશે. ભીડ-ભાડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. કમ્યુનિટી કિચન, લંગરોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. કમ્યુનિટી કિચન ચલાવનાર લોકોએ સાફ-સફાઈનું પૂરું ધ્યાન રાખવું પડશે. કાર્યક્રમ સ્થળની સફાઈથી લઈને જૂતા-ચંપલ ઉતારવા સુધીની પ્રક્રિયામાં કાળજી રાખવી પડશે. આ જવાબદારી આયોજકોની રહેશે.
● કન્ટેઇન્મેન્ટ ઝૉનમાં ગરબા યોજી શકાશે નહીં .
● નિયમોનું પાલન ચકાસવા માટે સીસીટીવી કેમેરા ફરજિયાત
● એક જણ સંક્રમિત હશે, તો બધાને કોરોનાગ્રસ્ત કરશે
Follow us on : Instagram
No comments:
Post a Comment